મળે છે જહાંમાં આ ફૂલો ને ખુશ્બુ'
પરન્તુ મળે છે ગુલાબો ને કાંટા;
અતિવૃષ્ટિ માંહે તરે છે ચરાચર,
મરૂભૂમિમાં ન્હોય વર્ષાના છાંટા;
મળે બુદ્ધિહીણાંને સત્તા ને પૈસા,
અહીં લક્ષ્મી વિધ્યા ના નોખા છે ફાંટા;
ન માને છે કુદરત કદી આપણું કૈં,
ભલે સૌ વગાડો નગારા કે ઘાંટા;
જરા થોભ એનો પરિચય હું આપું,
જે જાણે છે અવળા છે જીવન ના પાટા;
કદીયે ન પ્હોંચીશું સામે ના છેડે,
છતાંયે ધરી દે જે દિલ સાટસાટાં.
પરન્તુ મળે છે ગુલાબો ને કાંટા;
અતિવૃષ્ટિ માંહે તરે છે ચરાચર,
મરૂભૂમિમાં ન્હોય વર્ષાના છાંટા;
મળે બુદ્ધિહીણાંને સત્તા ને પૈસા,
અહીં લક્ષ્મી વિધ્યા ના નોખા છે ફાંટા;
ન માને છે કુદરત કદી આપણું કૈં,
ભલે સૌ વગાડો નગારા કે ઘાંટા;
જરા થોભ એનો પરિચય હું આપું,
જે જાણે છે અવળા છે જીવન ના પાટા;
કદીયે ન પ્હોંચીશું સામે ના છેડે,
છતાંયે ધરી દે જે દિલ સાટસાટાં.
No comments:
Post a Comment