Showing posts with label chhand. Show all posts
Showing posts with label chhand. Show all posts

Wednesday, June 23, 2010

away from you

અધીરી આંખોમાં સરલ સપનાં કૈંક તરતાં,
તમારા ને મારા પ્રણય શમણાં કૈંક નવલાં;

ઊજાળે અંધારે સજળ નયનો કૈંક રડતાં,
તમારા લ્હેકાઓ વિકળ કરણો કૈંક સુણતાં;

તમારી સાડીના સળ કર પરે કૈંક સરતાં,
ન છાનું રહે કેમે મન, હ્રદય માં કૈંક છરકા;

અનિચ્છા દાબીને પ્રિય વિણ જીવે કૈંક મનખા,
હશે મારી સાથે પણ કંઈક એવું જ હમણાં.