Wednesday, June 23, 2010

જીવન ઘણા સમયથી ઘણું શાંત શું હતું,

લાગે છે આ દિલ જરા ભ્રાંત શું હતું;


પાસે પડેલા રત્નની હોતી કદર નથી,

પથ્થરના લોક વચ્ચે ઊભેલ છું હું આજ.


કુદરતને કોઈ પુ્છો, શું વસ્તુ પ્રેમ છે?

શીતળતા કેરું સ્થાન છે કે આગ કાળઝાળ?


શીતળ સુવાસિત શાંત હતું મારું જીવન જે,

લાધ્યો જવાબ આજ, હતું કોણ કારણે!


તમારો સાથ આજ હ્ર્દય ઝંખે છે વારવાર,

જાણ્યું મેં દુઃખે છે એક શૂળ આરપાર.


જીવન ઘણા સમયથી ઘણું શાંત શું હતું,

લાગે છે આ દિલ જરા ભ્રાંત શું હતું.

No comments:

Post a Comment