Wednesday, June 23, 2010

Gujarati Gazal

આજે હદયનાં બંધનો થોડાં છૂટાં થયાં,

કેવાં હતાં એ બંધનો, નથી જાણમાં મને;



ગઝલો હમેશાથી હતી જે દિલની સાથસાથ,

કેમે છૂટ્યો એ સંગ, નથી જાણમાં મને;



શક્તિ હતી જે કાવ્યમાં, ડૂબતા ઉગારતી,

કાં અસ્ત થઈ એ પાંગળી, નથી જાણમાં મને;



જો હો નિબંધ, બંધનો ન નડતાં કદીય જે,

કાં બંધ છે નિબંધ, નથી જાણમાં મને;



જ્યારે રચાતાં નાટકો, મન મારું નાચતું,

કાં મૂક છે અભિનય, નથી જાણમાં મને;



જાણે કળાઓ સર્વની શક્તિ વહે છે આજ,

હશે તું જ આસપાસ, નથી જાણમાં મને
મને!


No comments:

Post a Comment